Budget 2021: ખેડૂત આંદોલન વચ્ચે આ વખતે બજેટમાં ખેડૂતો માટે સરકાર કરી અનેક જાહેરાતો...ખાસ જાણો
નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે સંસદમાં કેન્દ્રીય બજેટ (Budget 2021) રજુ કર્યું. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતના ત્રીજા સ્તંભમાં કૃષિ ક્ષેત્ર, ખેડૂત કલ્યાણ, પ્રવાસી મજૂરો, અને ગ્રામીણ વિકાસને કવર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર કૃષિ અને ખેડૂતોના વિકાસ અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. નાણામંત્રી દ્વારા ખેડૂતોનો ઉલ્લેખ કરવામાં આવતા જ સદનમાં હોબાળો જોવા મળ્યો હતો.
Trending Photos
Agriculture Budget 2021: નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે સંસદમાં કેન્દ્રીય બજેટ (Budget 2021) રજુ કર્યું. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતના ત્રીજા સ્તંભમાં કૃષિ ક્ષેત્ર, ખેડૂત કલ્યાણ, પ્રવાસી મજૂરો, અને ગ્રામીણ વિકાસને કવર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર કૃષિ અને ખેડૂતોના વિકાસ અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. નાણામંત્રી દ્વારા ખેડૂતોનો ઉલ્લેખ કરવામાં આવતા જ સદનમાં હોબાળો જોવા મળ્યો હતો.
નિર્મલા સીતારમણે ( FM Nirmala Sitharaman )કહ્યું કે કેન્દ્ર સરકારે કૃષિ જિન્સોના MSP ને વધારવાનું કામ કર્યું છે. પાકના ખર્ચના દોઢ ગણા જેટલી રકમ MSP તરીકે ખેડૂતોને આપવામાં આવી રહી છે. ખેડૂતો પાસેથી સતત અનાજની ખરીદી ચાલુ છે. ખેડૂતો પાસેથી તેમના પાકની ખરીદી તો થઈ જ રહી છે અને સાથે સાથે ચૂકવણીને પણ જલદી અને સરળ બનાવવામાં આવી છે.
ધાન-ઘઉની ખરીદીમાં વધારો
ઘઉની ખરીદીનો ઉલ્લેખ કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે 2013-14માં 33,874 કરોડ રૂપિયા ચૂકવણી થઈ હતી. જ્યારે 2019-20માં આ ચૂકવણી 62,802 કરોડ રૂપિયા પર પહોંચી છે. 2020-21માં ઘઉની ખરીદીની ચૂકવણી 75,060 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.
ધાન ખેડૂતોનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ કહ્યું કે 2013-14માં 63,928 કરોડ રૂપિયાની ચૂકવણી ધાન ખેડૂતોને કરવામાં આવી. 2019-20માં આ રકમ વધારીને 1,41,930 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. 2020- 21માં ધાન ખેડૂતોને 1,72,752 કરોડ રૂપિયાની ચૂકવણી થવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે આ અંદાજિત ચૂકવણી છે કારણ કે ધાનની ખરીદી હજુ ચાલુ છે.
દાળો માટે 2013-14માં માત્ર 236 કરોડ રૂપિયાની ચૂકવણી ખેડૂતોને થઈ હતી. 2019-20માં વધારીને તે 8,285 કરોડ તથા 2020-21માં દાળો માટે ચૂકવણી 10,530 કરોડ રૂપિયાની કરવામાં આવી. કપાસ ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે.
નાણામંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી સ્વામિત્ત યોજના પણ શરૂ થઈ ગઈ છે. આ યોજના હેઠળ ગામની જમીનના અધિકાર તેમના માલિકોને આપવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.08 લાખ જમીનના રેકોર્ડ તેમના માલિકના નામ પર ચડાવવામાં આવ્યા છે. ખેડૂતોને તેમની જમીનના માલિકી હકના દસ્તાવેજ આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 1241 ગામડાઓમાં ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે.
ખેડૂત લોનનું બજેટ ( Budget 2021 ) 16.5 લાખ કરોડ
નાણામંત્રીએ કહ્યું કે વર્ષ 2022 માટે કૃષિ ઋણનો ટાર્ગેટ વધારીને 16.5 લાખ કરોડ રૂપિયા સુધી કરવામાં આવ્યો છે. પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન સંબંધિત ખેડૂતોની આવક વધારવા પર ફોકસ કરવામાં આવ્યું છે.
ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેની ફાળવણી 30,000 કરોડથી વધારીને 40,000 કરોડ રૂપિયા કરવામાં આવી રહી છે. સિંચાઈની ટેક્નોલોજી વધારવા માટે નાબાર્ડ હેઠળ 5000 કરોડ રૂપિયાનું માઈક્રો ઈરિગેશન ફંડ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફંડને હવે બમણું કરવામાં આવ્યું છે.
ઓપરેશન ગ્રીન સ્કિમના દાયરામાં જલદી ખરાબ થનારા 22 વધુ ઉત્પાદનોને સામેલ કરવામાં આવશે. ઈ નામ હેઠળ 1.68 કરોડ ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
મત્સ્ય પાલનને પ્રોત્સાહન આપવા માટે દેશના પાંચ બંદર કોચ્ચિ, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેટુઆઘાટને મત્સ્ય બંદર તરીકે વિક્સિત કરાશે. નદીઓ, જળમાર્ગોના કિનારે સ્થિત આંદરદેશીય મત્સ્ય બંદરો અને ફિશ લેન્ડિંગ સેન્ટરનો પણ વિકાસ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે